તામિલ ફિલ્મ જય ભીમ ફિલ્મના સીન પર વિવાદ, હિન્દી બોલનાર વ્યક્તિને થપ્પડ મારી

સોશિયલ મીડિયા પર આ સીન સામે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો

એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થયેલી તમિલ ફિલ્મ જય ભીમને લઈને વિવાદ સર્જાયો છે. આ ફિલ્મમાં અભિનેતા પ્રકાશ રાજનો પણ મહત્વનો રોલ છે. ફિલ્મના એક સીનને લઈને વિવાદ છેડાયો છે. જેમાં પ્રકાશ રાજ હિન્દી બોલી રહેલા વ્યક્તિને થપ્પડ મારે છે. સોશિયલ મીડિયા પર આ સીન સામે ઘણા લોકો વાંધો ઉઠાવી રહ્યા છે.

આ સીનમાં થપ્પડ ખાનાર વ્યક્તિ પ્રકાશ રાજને પૂછે છે કે, મને કેમ તમાચો માર્યો ત્યારે પ્રકાશ રાજ કહે છે કે, હિન્દી નહી તમિલમાં વાત કર..

ફિલ્મ વિવેચક રોહિત જયસ્વાલે કહ્યુ હતુ કે, નોર્થમાં પણ લોકો તામિલ ફિલ્મો જોતા હોય છે અને તેને સપોર્ટ કરતા હોય છે. આ સીન જોઈને દુખ થયુ છે. આવા સીનની જરૂર નથી. આશા છે કે, નિર્માતાઓ આ સીનને હટાવી દેશે.

જય ભીમ 1993ની એક સત્ય ઘટના પર આધારીત છે. જેમાં સમાજના પછાત વર્ગમાંથી આવતા વ્યક્તિને ન્યાય અપાવવા માટેની લડતની કહાની દેખાડાઈ છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી