Mika Singh પાકિસ્તાનમાં અબજપતિની પુત્રીના લગ્નમાં પરફોર્મ કરતાં વિવાદ

કલમ 370 મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસેલા છે ત્યાં પંજાબી સિંગર મીકા સિંહ કરાચીમાં પરફોર્મન્સ આપીને વિવાદમાં ફસાયો છે. મીકાએ પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના ખાસ એવા કરાચીના એક અબજપતિની પુત્રીના લગ્નમાં પરફોર્મ કર્યું હતું. 8 ઓગસ્ટનું તે પરફોર્મન્સ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યા બાદ સામે આવ્યું છે.

વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે સરકાર તપાસ કરે કે બન્ને દેશ રાજદ્વારી અને વ્યાપાર સંબંધો ખતમ કરી ચૂક્યા છે તેવા સમયે મીકાને અને તેના 14 સભ્યના ટ્રૂપને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ કેવી રીતે મળી ગયા? દેશમાં ભારતીય ફિલ્મો, નાટકો અને શો પર પ્રતિબંધ છે. જો વિઝા પહેલા જારી થયા હતા તો તે રદ થવા જોઇતા હતા. જોકે, તેના આ પરફોર્મન્સથી તેના ભારતીય પ્રશંસકો નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક ટિ્વટર યુઝરે લખ્યું, ‘ગદ્દાર, તને ધિક્કાર છે’ તો અન્ય એકે કહ્યું, ‘તું પાકિસ્તાન કેમ ગયો? શું પૈસા દેશ કરતાં વધારે મહત્વના છે?’

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી