ભરૂચમાં રૅશનની લાલચ આપી 100 હિન્દુઓનું ધર્માંતરણ..

મોલવી સહિત કુલ 9 લોકો સામે FIR, યુપી કનેક્શન સામે આવતા ખળભળાટ 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને આથક લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે મૌલવી સહિત 9 શખ્સો સામે ભરૂચ જિલ્લાની આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદે ધર્માંતરણ થઈ રહ્યુ હતું. કેટલાંક કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડ ભેગુ કરી ધર્માંતરણની પ્રવૃતિ કરતા હતાં.

હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આથક સ્થિતિ તથા તેમની અજ્ઞાાનતાનો લાભ લઈ છળકપટ કરાતી હતી તેમ જણાવી ભરૂચના ડીએસપીએ જણાવ્યું હતું કે કાંકરિયા ગામના હિન્દુ લોકોના 37 પરિવારોના 100 થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયા હતાં.

મહત્વનું છે કે 37 હિન્દુ પરિવારના 100 લોકોને ગરીબને મકાન-રાશન સહિતની લાલચ આપી ધર્માંતરણ કરાયું હોવાનું ખુલ્યું હતું જેમાં યુપીના ધર્માંતરણ-ફન્ડિંગ કેસના આરોપીએ ફન્ડિંગ કર્યાનું ખુલ્યું છે. ત્યારે કાકરિયાના નાગરિકે SPને અરજી કરતા મામલો બહાર આવ્યો હતો. જેમાં પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે જો કે ગુનામાં સંડોવાયેલો ફેફડાવાલા હાજી અબ્દુલ હાલ વડોદરાની જેલમાં બંધ છે.

અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલે વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગ કરવા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આરોપીઓના નામની યાદી

શબ્બીર બેકરીવાલા રહે . આમોદ
સમજ બેકરીવાલા રહે . આમોદ
અબ્દુલ અઝીઝ પટેલ રહે . કાંકરીયા, આમોદ
​​​​​​​યુસુફ જીવણ પટેલ રહે . કાંકરીયા
​​​​​​​ઐયુબ બરકત પટેલ રહે . કાંકરિયા
ઇબ્રાહીમ પુના પટેલ રહે . કાંકરીયા
​​​​​​​ફેફડાવાલા હાજી અબ્દુલ્લા રહે . નબીપુર , હાલ લંડન
​​​​​​​હશન ટીસલી રહે . આછોદ , તા . આમોદ
​​​​​​​ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા ( મૌલવી ) રહે . આછોદ , આમોદ

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી