અમદાવાદ : હાઇરિસ્ક વાળા દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ, એક પ્રવાસી પોઝિટિવ

લંડનથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલી વડોદરાની યુવતી કોરોના પોઝિટિવ

અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે મોડી રાત્રે લંડનની ફ્લાઈટમાં આવેલી યુવતીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવનાર યુવતી વડોદરાની હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે.હાલમાં આ યુવતીને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં વધુ તપાસ માટે દાખલ કરવામાં આવી છે. જ્યારે ફ્લાઈટમાં આવેલા અન્ય પ્રવાસીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તે નેગેટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ યુવતીની વધુ માહિતી મેળવી અને ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ શરૂ કરી છે.

 દેશમાં કોરોનાના કેસ હાલમાં ઓછા થયા છે. જોકે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવતા ફરીથી ડર ફેલાયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે.

હાઇરિસ્ક વાળા 11 દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટમાં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા 11 દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી