કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો : આ રાજ્યમાં 10 દિવસનું લોકડાઉન

લોકડાઉન દરમ્યાન માત્ર આવશ્યક સેવાઓ શરૂ રહેશે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે મણિપુરમાં કોરોનાના વધતા કેસોને પગલે 10 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

મણિપુરની સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે 10 દિવસનું લોકડાઉન લાદી દીધું છે. આ લોકડાઉન 18 જુલાઇથી લાગુ પડશે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ રહેશે, સ્વાસ્થ્ય વિભાગના કહ્યા મુજબ કોરોનાના વધતાં કેસોની ચેઈન તોડવા માટે આ લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન માત્ર આવશ્યક સેવાઓ, રસીકરણ અને ટેસ્ટ કરવા માટે બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવશે.

કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ડર ફેલાયેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક્શનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદી આજે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને કેરલનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,104 કેસો સામે આવ્યા છે જ્યારે 17 લોકોના મોત નિપજ્યા છે.

 57 ,  1