બેંગ્લોરની બોર્ડિગ શાળામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો

60 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા ખળભળાટ

દેશના ગુજરાત સહિતના રાજયોમાં કોરોના મહામારીના કેસો ઘટતા શાળાઓ અનલોક કરવામાં આવી છે જેના પગલે વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. જોકે,બેંગ્લોરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બેંગ્લોરની શ્રી ચૈતન્ય બોર્ડિંગ સ્કૂલમાં 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. અગાઉ 480 વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જો કે, 60 કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી, કોરોનાના લક્ષણો માત્ર બે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યા છે. બાકીના આ ક્ષણે કોઈ લક્ષણો બતાવી રહ્યા નથી. કોરોના સંક્રમિત થયા બાદ તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. સાથે તેમને ડોક્ટરી સલાહ પણ આપવામાં આવી છે.

આ સાથે શાળામાં કામ કરતા સ્ટાફના નમૂના પણ લેવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. અહીં કામ કરતા કુલ સ્ટાફમાંથી 22 શિક્ષકો અને 35 અન્ય લોકોને રસી આપવામાં આવી છે. અહીં ભણતા તમામ બાળકોના વાલીઓને પણ રસી આપવામાં આવી છે.

છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ અહીં બોર્ડિંગ સ્કૂલમાં રહે છે. તેમાંથી 14 વિદ્યાર્થીઓ તમિલનાડુના છે, જ્યારે 46 વિદ્યાર્થીઓ કર્ણાટકના વિવિધ વિસ્તારોમાંથી છે. આ તમામ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ 60 વિદ્યાર્થીઓ 11 અને 12 ના છે. ખરેખર આ વિદ્યાર્થીઓમાંથી એક બેલ્લારીથી આવ્યો હતો. તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ તેની કોરોના તપાસ કરવામાં આવી હતી

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી