દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેન્દ્રએ આ રાજ્યોને કર્યા એલર્ટ

કેરલ અને મહારાષ્ટ્રમાં ગત એક અઠવાડિયામાં કોરોનાના નવા કેસોમાં વધારો

દેશમાં કોરોના વેક્સીનેશનની વધતા જતા દરની વચ્ચે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કેરલ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના કેસ અચાનક વધી ગયા છે. છત્તીસગઢમાં ગત 24 કલાકમાં કોરોનાના 259 નવા કેસ સામે આવ્યા છે. કેરલ અને મહારાષ્ટ્રમાં ગત એક અઠવાડિયામાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે.

મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 6,112 નવા કેસ સામે આવ્યા, આ કોઇ રાજ્યમાં કોરોના વાયરસની સૌથી વધુ સંખ્યા છે. પંજાબમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગત 24 કલાકમાં 282 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં ગત 24 કલાકમાં 297 નવા કેસ નોંધાયા છે. 

કોરોનાના વધતા જતા કેસને જોતાં સરકારે રાજ્યોને એલર્ટ જાહેર કરી દીધું છે. કેંદ્રએ કહ્યું કે કોરોનાની ચેન તોડવામ આટે તમામ રાજ્યો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું સુનિશ્વિત કરે. કોરોના વાયરસની સૌથી મોતી ભાગીદારી ધરાવનાર મહારાષ્ટ્ર અને કેરલને કેંદ્ર સરકારે વધુ સજાગ રહેવા માટે કહ્યું છે. 

તમને જણાવી દઇએ કે જાન્યુઆરી સુધી કોરોનાના નવા સંક્રમિતોની સંખ્યા ઘટીને 10 હજારથી નીચે પહોંચી ગઇ હતી. પરંતુ તેમાં એકવાર ફરી વધારો થવા લાગ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના કુલ 13,993 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન મહામારીના લીધે 101 લોકોના મોત પણ થયા 

 68 ,  10