September 23, 2020
September 23, 2020

દેશમાં કોરોનાના કેસ 36 લાખને પાર, મૃત્યુઆંક 65 હજાર પર પહોંચ્યો

કોરોનાની ભયાવહતા, સ્‍થિતિ બેહદ ચિંતાજનક

દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંક 36 લાખને પાર થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 36 લાખ 21 હજાર 246 કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મૃત્યુ પામનારની સંખ્યા 65 હજાર પહોંચી છે. દેશમાં અનેક પ્રકારની કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ કોઈ ખાસ પરિણામ મળ્યું નથી. તો બીજી તરફ સંક્રમણ વધતું જઇ રહ્યું છે. રોજે રોજ પોણા લાખની આસપાસ નવા કેસ આવી રહ્યાં છે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 78,512 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 971 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 36,21,246 થઈ ગઈ છે.

બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 27 લાખ 74 હજાર 802 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 7,81,975 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 64,469 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

સંક્રમણથી સાજા થનારાની સંખ્યા પહોંચી 27 લાખને પાર

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 27 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 64935 લોકો સાજા થયા છે. કોરોનાના સક્રિય કેસની સરખામણીએ 3.55 ગણા લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 76.61 ટકા પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર 1.79 ટકા રહ્યો છે. એમ પણ જાણવા મળ્યું છે કે સારવાર કરાવી રહેલા કુલ સંક્રમિતોની સંખ્યા 21.60 ટકા છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર