ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો

અમદાવાદમાં ચિંતા વધી, દરરોજ અંદાજે 7000નું ટેસ્ટિંગ

લાંબા સમય બાદ ફક્ત અમદાવાદમાં 28 નવા કેસ નોંધાતા હડકંપ, સુરત વડોદરા અને રાજકોટમાં પણ કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

દિવાળીનું વેકેશન પૂરું પણ નથી થયું અને ગુજરાતી પ્રવાસીઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર મહાલી રહ્યા છે ત્યારે, કોરોનાની ત્રીજી લહેરની સાયરન ગુજરાતમાં વાગી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા ૫૪ કેસ સામે આવ્યા છે. નાગરિકોમાં ભયનું લખલખું અને મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં અડધો-અડધ કેસ અમદાવાદમાં જ છે. અમદાવાદ શહેરમાં 28 કેસ નોંધાય છે.

તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  4,25,721  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 28, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશમાં 4, સુરતમા 3, વડોદરામાં 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, ભરૂચ 1, જામનગર, 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1 અને તાપીમાં એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.

અમદાવાદ શહેરમાં 2 માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન અમલી   છે અને 17 નવેમ્બરે વધુ બે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલિટેકનિક આંબાવાડી સામે આવેલા કર્મણ્ય ફ્લેટના 8 ઘરના 18 લોકોને અને નવરંગપુરામાં આવેલા તુલિપ સિટાડેલના 4,5 અને 6 નંબરના બ્લોકના 6 ઘરના 20 લોકોને માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

તો બીજી તરફ શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ 35થી 40 ડોમ ઉભા કરાયા છે. હેલ્થ કમિટિ ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના કેસો વધતા હવે શહેરમાં ફરી ટેસ્ટીગ વધારવા માટે સૂચના આપી છે. અલગ અલગ જગ્યાએ ડોમ ઉભા કરવા તેમજ વેક્સિનેશન વધારવા માટે જણાવ્યું છે. જે વિસ્તારમાં કેસો આવે ત્યાં હેલ્થ ખાતાના કર્મચારીઓ જઈ આસપાસના લોકોને ધ્યાન રાખવા જણાવે છે. માઈક્રો કન્ટેનમનેટ ઝોન જાહેર કરવા પણ કહ્યું છે.

ગુજરાતના કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદમાં આવતા હવે હેલ્થ વિભાગની પણ સતર્કતા વધી છે.   કોરોનાને લઈ RTPCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવ્યા છે દરરોજ અંદાજે 7000 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યાં કોરોનાના કેસ આવે છે. ત્યાં ટ્રેસિંગ કરી તાવ આવે તો ટેસ્ટ કરાવવા પણ જણાવવામાં આવે છે. દિવાળી પછી અંદાજે 42000 ટેસ્ટ કરવામાં આવ્યા, જે પણ કેસો નોંધાયા છે તેના લક્ષણો સાવ સામાન્ય છે.

 73 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી