ગુજરાતમાં કોરોનાએ પકડી રોકેટ ગતિ..394 કેસ, 1નું મોત અને 59 ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાનો બ્લાસ્ટ, 182 કેસ

ગુજરાતમાં હવે કોરોનાએ રોકેટ ગતિ પકડી તેમ છેલ્લા 24 કલાકમાં 304 કોરોનાના કેસો સામે આવતા સરકારની ઉંધ ઊડી છે. જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં 1400થી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. અમદાવાદમાં સૌથી વધુ 182 કોરોના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જ્યારે ઓમિક્રોનના 5 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી જે રીતે કેસો સામે આવી રહ્યા છે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે તેમ પ્રજાનું માનવું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ શહેર 178, સુરત શહેર 52, રાજકોટ શહેર 35, વડોદરા શહેર 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર શહેર 7, ખેડા 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર શહેર 3, દ્વારકા 2, જૂનાગઢ શહેર 2, મહિસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર શહેર, ગીરસોમનાથ, પંચમહાલ, પોરબંદર, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.નોંધનીય છે કે રાજ્યમાં હાલ 1420 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1404 દર્દીની હાલત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

 101 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી