છઠ પૂજા ઉપર પણ કોરોના હાવી : પરણિતાઓએ ઘરબેઠા ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું

હાટકેશ્વર વિસ્તારમાં પરણિતાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે છઠ પૂજાની કરી ઉજવણી

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પરણિતાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે છઠ પૂજા ઉજવણી કરી હતી. કોરોના મહામારીને પગલે મહિલાઓએ ગાઇડ લાઈનનું પાલન કરી ઘરબેઠા ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું.

ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. ગુજરાતમાં ખાસકરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. દરવર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધામધૂમથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં આ વખતે કોરોના મહામારીને લઇ છઠ પૂજા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પૂજામાં મહિલાઓ દ્વારા 3 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસના લીધે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આવામાં ઘાટ પર આવેલા કુંડમાં પાણીમાં સંક્રમિત વ્યક્તિ ઉતરે તો બધાને ચેપ લાગવાનો ભય રહે છે. તેથી તમામ ઉત્તર ભારતીય અને બિહારી નાગરિકોને છઠ પૂજા ઘરમાં રહીને કરવાની સરકાર દ્વારા અપીલ કરાઈ હતી.

ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પરણિતાઓ કોરોના નિયમોનું પાલન કરી, માસ્ક – સેનિટાઇઝર સાથે છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરી હતી.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર