બજારમાં આવી ગઈ કોરોનાની દવા મોલનુપિરાવિર…

એક્સપર્ટ કમિટીએ ઈમરજન્સી સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગની ભલામણ કરી…

કોરોના વાયરસની દવા મોલનુપિરાવિર આજથી ભારતીય રીટેલ દવા બજારોમાં લોન્ચ થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે સરકારે હાલમાં જ આ દવાને મંજૂરી આપી હતી. 

આ દવાની કિંમતની વાત કરીએ તો મોલનુપિરાવિરની એક કેપ્સ્યૂલ તમને મેડિકલ સ્ટોરમાં 63 રૂપિયાની મળશે. જો કે દવા વિક્રેતાઓને સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે તે ફક્ત ડોક્ટરની Medical Prescription પર આ દવાનું નામ જોઈને જોયા બાદ જ તેને વેચી શકશે. એટલે કે Medical Prescription પર જ આ દવા મળી શકશે. CDSCOની એક્સપર્ટ કમિટીએ હાલમાં જ કોવિડ દવા મોલનુપીરાવિરની ઈમરજન્સી સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગની ભલામણ કરી હતી. 

કોવિડ-19ની ઇમરજન્સીસ્થિતિ અને મેડિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા સમિતિએ દેશમાં ઈમરજન્સી સ્થિતિમાં મોલનુપિરાવિરના નિયંત્રિત ઉપયોગ માટે દવાના ઉત્પાદન અને વેચાણની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

આ દવાનો ઉપયોગ એડલ્ટ દર્દીઓ પર ‘SPO2’ 93 ટકા સાથે અને તેવા દર્દીઓ માટે કરી શકાશે જેમને બીમારીથી વધુ જોખમ હોય, જેમ કે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની સ્થિતિમાં હોય. શરતો મુજબ વિશેષજ્ઞ ડોક્ટર્સની ચિઠઠી પર જ દુકાનોમાં આ દવા વેચવામાં આવે. આ દવાનો ઉપયોગ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કરવામાં આવી શકે નહીં. 

અમેરિકન કંપની મર્કની ‘મોલનુપિરાવિર’એ એન્ટિવાયરલ દવા છે જે અમુક વાયરસને બનવાથી રોકે છે. ભારતમાં 13 કંપનીઓ આ દવાનું નિર્માણ કરશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તાજેતરમાં જ ‘મર્ક’ કંપનીની એન્ટિ-કોવિડ પિલ ‘મોલનુપિરાવિર’ને સંક્રમણના એ દર્દીઓની સારવાર માટે અધિકૃત કરી હતી, જેમને આ બીમારીથી વધારે જોખમ છે.


મોલનુપિરાવિરની અસર

બ્રિટનના ડ્રગ રેગ્યુલેટરે 4 ડિસેમ્બરે મોલનુપિરાવિરને મંજૂરી આપી હતી. તેમણે આ દવાને ‘સુરક્ષિત અને અસરકારક’ જણાવી. અમેરિકાએ તેને સતત પાંચ દિવસથી વધુ સમય માટે અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં ઉપયોગ માટે અધિકૃત નથી કરી કારણ કે, તે હાડકાના વિકાસને પ્રભાવિત કરી શકે છે.

 24 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી