કોરોના ઇફેક્ટ : વાઇબ્રન્ટ ગુજરાત-2021 મોકૂફ…

વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય થયાં બાદ મહાત્મા મંદિર ધમધમશે

18-20 જાન્યુ.2019ના રોજ યોજાયેલા 9મા વાઇબ્રન્ટ ગુજરાતનીપૂર્ણાહુતિ વખતે કોઇએ કલ્ના પણ નહીં કરી હોય કે દર બે વર્ષે યોજાતા આ વૈશ્વિક ઇવેન્ટને 2021માં કોરોનાનું ગ્રહણ લાગશે..!! દર બે વર્ષે 11થી 13 જાન્યુઆરીએ યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતે કોઇ તૈયારીઓ જ આરંભાઇ નહોતી. અને છેવટે સત્તાવાર રીતે જાહેર થયું છે કે આ વખતે વાઇહ્રન્ટ ઇવેન્ટ નહીં યોજાય અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ધમધમતા મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં કોઇ ચહલપહલ કે મોટા ગજાના ઉદ્યોગપતિઓ જોવા નહીં મળે.

સૂત્રોએ કહ્યું કે જો ઇવેન્ટ યોજાવાનું હોતતો 4-5 મહિના પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ હોત. પણ આ 2020ના કોરોના મહામારીમાં આખી દુનિયા ત્રસ્ત છે અને ભારતમાં પણ કોરોના ગાઇડલાઇન્ અને એડવાઝરી અમલમાં છે. જેમાં આવા મેળાવડા યોજવા શક્ય ન હોવાથી આ વખતે વાઇબ્રન્ટ સમીટ મોકૂફ રાખીને દેશ અને દુનિયામાં સ્થિતિ સામાન્ય બન્યા બાદ કેન્દ્રની સુચના અન્ સલાહ મુજબ વાઇબ્રન્ટ માટેની અનુકૂળ તારીખ નક્કી કરવામાં આવશે. એમ કહી શકાય આ વખતનું વાઇબ્રન્ટ કોરોનાની ભેટ ચઢી ગયું છે. વાઇબ્રન્ટનું કામ કરતી કેટલીય એજન્સીઓને તેનાથી પ્રભાવિત થાય તેમ છે.

 20 ,  1