ભારતમાં કોરોના પડયો નબળો…

એક્ટિવ કેસ ઘટીને 8.65 લાખ પર પહોંચ્યા…

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, બીજી લહેરનો જે ઉછાળો હતો તે હવે ઠંડો પડતો દેખાઈ રહ્યો છે. આગામી સમયમાં નવા કેસની સંખ્યા ઝડપથી ઘટશે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. કોરોનાની બીજી લહેરનો ડર ઓછો થતા રસ્તાઓ અને બજારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. નવા કેસમાં ઘટાડો થવાની સાથે ધીમી ગતિએ દૈનિક મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોરોનાના 24 કલાકમાં નવા 62,224 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 2542 દર્દીઓના જીવ ગયા છે. સતત નવા કેસમાં ઘટાડો થતા એક્ટિવ કેસની સંખ્યા સાડા 8 લાખની નજીક પહોંચી ગઈ છે.

ભારતમાં વધુ 1,07,628 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,83,88,100 પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,96,33,105 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 3,79,573 પર પહોંચી ગયા છે.

કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી એક્ટિવ કેસનો આંકડો ઘટીને 8,65,432 થઈ ગયો છે.ગઈકાલે નવા 60,471 કેસ સાથે દેશમાં 75 દિવસ પછી સૌથી ઓછા કેસ નોંધાયા હતા, જે બાદ આજે તેમાં સામાન્ય વધારો નોંધાયો છે.16 જાન્યુઆરીએ દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં દેશમાં રસીના કુલ 26,19,72,014 ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી ગઈકાલે 28,00,458 ડોઝ દેશમાં આપવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા.

 65 ,  1