કોરોના સંક્રમિત રસ્તા પર થયો બેભાન, મીડિયા કર્મીએ આ રીતે બચાવ્યો જીવ!!

જીવ જોખમમાં મૂકીને શ્વાસ માટે વલખાં મારતાં દર્દીના વ્હારે આવ્યા

રાજકોટમાં આરટી પીસીઆર ટેસ્ટ કરાવી સિવિલ જતી વખતે કોરોનાના એક દર્દી રસ્તા પર બેભાન થયા છે. ઓક્સિજન લેવલ ઘટી જતા તેઓ બેભાન થયા છે.મીડિયા કર્મીએ પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીની મદદ કરી છે.

રાજકોટમાં મવડી વિસ્તારના આનંદ બાંગ્લા ચોક પાસે કોરોના ગ્રસ્ત દર્દીને ઓક્સિજન ઘટતા રસ્તા પર જ રઝળી પડ્યો હતો. આ તકે દર્દીની વહારે કોઈ ન આવતા રાજકોટના એક મીડિયા કર્મી અભય ત્રિવેદીએ દર્દીને ઓક્સિજન મળી રહી તે માટે કરી મદદ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ 108 ઘટના સ્થળે મોડી પહોંચતા દર્દીએ કર્યો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહત્વની વાત એ છે કે દર્દીને આવી કપરી પરિસ્થિતિ લોકોએ ઉભા રહીને જોઈ રહ્યા હતા પરંતુ કોઈએ તેમની જિંદગી બચાવવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો ત્યારે આવી પરિસ્થિતિમાં રસ્તે પસાર થઈ રહેલ એક મીડિયા કર્મીએ જીવનું જોખમ ખેડીને વ્યક્તિની જિંદગી બચાવી હતી..

આ સમયે મીડિયાકર્મી અભય ત્રિવેદીએ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર દર્દીને પમ્પિંગ મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જેથી દર્દીને શ્વાસ લેવામાં થોડીક રાહત થઇ હતી. ત્યાર બાદ 108ની ટીમ ઘટના સ્થળ પર આવી જતા દર્દીને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 54 ,  1