રસી સામે હાંફ્યો કોરોના! દેશના 19 રાજ્યમાં ન થયું એક પણ મોત

દેશના ચાર રાજ્યોમાં એકપણ કેસ નોંધાયો નથી

કોરોના વાયરસનો કહેર હવે ધીમો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 108 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત પશ્ચિમ બંગાળમાં થયા છે. પરંતુ દેશના 19 રાજ્યોમા એક પણ મોત થયું નથી. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા તાજા આંકડામાં સામે આવી છે.

આ 19 રાજ્યોમાં આંધ્રપ્રદેશ,અરૂણાચલ પ્રદેશ, અંદમાન નિકોબાર ટાપુ, દાદરા નગર હેવલી અને દીવ દમણ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર,  ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, નાગાલેંડ, મેઘાલય, મિઝોરમ, ઓડિશા, પુડ્ડુચેરી, રાજસ્થાન, સિક્કમ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,923 નવા કોરોના કેસ નોંધાયા છે અને 108 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,71,294 પર પહોંચી છે. જ્યારે 1,05,73,372 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,55,360 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની કુલ સંખ્યા 1,42,562 છે.

દેશમાં અત્યાર સુધીમાં 70,17,114 લોકોને રસી આપવામા આવી ચુકી છે. 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 65 ટકાથી વધારે સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ થયું છે.

દેશમાં 1.41 લાખ સક્રિય દર્દી

દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ 2,000થી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ કારણે હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1.41 લાખ જ બચી છે અને તેમાં પણ એક લાખ જેટલા દર્દીઓ પોતાના ઘરે જ આઈસોલેશનમાં છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા એક દિવસમાં દેશમાં 11,067 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા જ્યારે 13,087ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે સંક્રમણના કારણે 94 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,58,371 થઈ ગઈ હતી જે પૈકીના 1,05,61,608 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે જ્યારે 1,55,252 દર્દીઓના મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, અંદામાન નિકોબાર, મણિપુર, પોંડિચેરી, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી તથા લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીએ પોતાનો જીવ નહોતો ગુમાવ્યો. 

આ જ પ્રકારે દાદરા નગર હવેલી, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને સિક્કિમમાં એક પણ નવો દર્દી નહોતો નોંધાયો. કુલ સક્રિય દર્દીઓ પૈકીના 71 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર અને કેરળના છે. છેલ્લા 24 કલાકમાં 83.31 ટકા નવા દર્દીઓ અને 81 ટકા મૃત્યુ 6 રાજ્યોમાંથી નોંધાયા છે. આ બધા આંકડાઓ પરથી કોરોનાની અસર હવે સમગ્ર દેશ પર નહીં પરંતુ કેટલાક રાજ્યો પૂરતી સીમિત રહી છે તેવું જાણી શકાય છે. 

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર