September 22, 2020
September 22, 2020

કોરોનાએ ભરતસિંહ સોલંકીના કરી નાંખ્યા આવા હાલ..! ઓળખવા પણ મુશ્કેલ, Photos વાયરલ

ભરતસિંહ સોલંકીની તબિયત એ હદે લથડી છે કે ઓળખાવામાં પણ નથી આવી રહ્યા

હાલ સોશિયલ મીડિયામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની એક તસવીર વાયરલ થઇ છે. ભરતસિંહ સોલંકી હાલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. ત્યારે વાયરલ ફોટામાં જોઇ શકો છો તેમના હાલ.. કોરોનાના કારણે તેમણે ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. તેમનું શરીર એટલું નબળું પડી ગયું છે કે સાવ દુબલા પાતળા થઇ ગયા છે.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ પડે તેવી તેમના શરીર પર અસર થઇ છે.

કોરોનાના કારણે ભરતસિંહ સોલંકીની તબિયત એ હદે લથડી ગઈ છે કે એ ઓળખાય એવા પણ રહ્યા નથી. એકાએક વૃધ્ધ થઈ ગયા હોય એવા લાગતા ભરતસિંહ સોલંકીની ઓળખ જેવી મૂછો પણ કાઢી નંખાઈ છે તેથી તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જ ભરતસિંહ સોલંકીની આ તસવીર મીડિયાને આપી છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ગઇકાલે 1120 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 959 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં હાલ 14500 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 14418 લોકો સ્ટેબલ છે. 61496 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2787 લોકોનાં મોત નિપજ્યા છે. 

 630 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર