September 22, 2020
September 22, 2020

ભુજ : ફરાર કોરોના દર્દી અંજાર રેલ્વે સ્ટેશન પાસેથી મળી આવ્યો, પોલીસે કરી આ અપીલ

ભુજની જનરલ હોસ્પિટલમાંથી ભાગ્યો હતો કોરોના દર્દી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો..

ભુજની જનરલ હોસ્પિટલમાં ભાગેલ કોરોના પોઝિટિવ દર્દી આખરે અંજારમાંથી મળી આવ્યો છે. અંજારના રેલવે સ્ટેશન પાસેથી સવારે પોલીસની શોધખોળમાં તે મળી આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતા વ્યાપક સ્તરે શોધખોળ આદરવામાં આવી હતી. દર્દી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. 

શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. દર્દી મોબાઈલ સ્વીચઓફ કરી હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. વેલ્સપન કંપનીમાં કામ કરતો સીતારામ કુંવર નામનો શખ્સને કોરોના શંકાસ્પદ તરીકે સેમ્પલ લઈ GKમાં લાવવામાં આવ્યા હતા. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા પછી દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. સીતારામ અંજારના મફત નગરનો રહીશ છે.

ફરાર થયેલો કોરોના પોઝિટિવ દર્દી જનરલ હોસ્પિટલના ગેટ સામેથી બસમાં બેસતો કેમેરામાં કેદ થયો હતો. દર્દી ભુજ વડનગર એસટી બસમાં બેસતો જોવા મળ્યો હતો.આ બસમાં મુસાફરી કરનારા લોકોને પોલીસ વિભાગ તરફથી સેલ્ફ ક્વોરન્ટાઈન થવાની અપીલ કરવામાં આવી છે. 

જોકે, ગઈ કાલે ભાગી ગયેલો આ દર્દી અંજારના રેલ્વે સ્ટેશન પાસેથી આજે મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તેને ફરીથી હોસ્પિટલ ખસેડાયો છે. દર્દી ભાગી જતાં તંત્ર દ્વારા વ્યાપક શોધખોળ આદરી હતી. દર્દીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર