કોરોના : વડાપ્રધાન કહે છે નિયમો પાળો, પૂર્વ મંત્રીએ પડકાર ફેંક્યો

બોટાદમાં પૂર્વ ઉર્જા મંત્રીની હાજરીમાં નાઈટ મેચનું આયોજન, નિયમોનો સરેઆમ ભંગ

એક બાજુ રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે જેના પગલે સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યા છે પરંતુ બીજી બાજુ ભાજપના પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલે બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો વિડિયો શેર કરીને પડકાર ફેંક્યો છે. આ અંગેનો સોશિયલ મિડિયમાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બરથી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને 25 ડિસેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ હતી. ત્યારે ફાઈનલ મેચ જીતેલી ટીમે કોરોનાના નિયમો ભૂલીને જોરદાર ઉજવણી કરી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.

અહીં હજારોની સંખ્યામાં ભીડ વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરી દેખાઈ રહી છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચોંકાવનારો વીડિયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યોજવામાં આવી હતી, જેમાં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. અહીં ભીડમાં ના તો કોઈએ માસ્ક પહેર્યું છે અને ના તો સોશિયલ ડિસ્ટન્સ, ભીડ વચ્ચે ક્રિકેટનો કોહરામ વચ્ચે કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. એટલું જ નહીં, પૂર્વ મંત્રી સૌરભ પટેલે જ નિયમતોડ ભીડનો વીડિયો શેર કરીને ચર્ચા જગાવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પૂર્વ ઊર્જામંત્રી અને ચાલુ ધારાસભ્ય સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ સાબિત થયો છે. અહીં બોટાદમાં રમાયેલી નાઈટ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટનસના સરેઆમ ધજાગરા ઉડાડતો વીડિયો પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલે ખુદ પોસ્ટ કર્યો છે. પોતાની હાજરીમાં હજારોની સંખ્યામાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નિયમો ભંગ થયા છે.

ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના ઓમિક્રોનને આમંત્રણ આપતા વીડિયોથી ચકચાર મચી જવા પામી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી એ જ પોતાની સરકાર સામે વીડિયો પોસ્ટ કરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. બોટાદમાં ફરી કોરોના માથું ઊંચકે તેવા સમીકરણો સૌરભ પટેલને કારણે ઉભા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી