અમેરિકામાં કોરોના વકર્યો, ન્યૂયોર્કમાં ફરી લોકડાઉન

કોરોનાના વધતા જતા કેસોને લઇ ન્યુયોર્કમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમોએ આદેશ જાહેર કરતા તમામ બાર અને રેસ્ટોરન્ટ્સને શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી તત્કાલીન સંજોગોને ધ્યાનમાં રાખીને બંધ કરવાના આદેશ આપ્યા છે. યુએસમાં હાલ કોરોનાની બીજી લહેરને લીધે કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જોકે ડેથ રેટ અને હોસ્પિટલાઇઝેશન રેટ સ્થિર રહ્યો હતો.

જણાવી દઇએ, અમેરિકામાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બુધવારે અહીં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. એક દિવસમાં 1 લાખ 36 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં 10 લાખથી વધારે (11,29,463) કેસ નવા નોંધાયા છે. ચીનમાં થોડા દિવસની રાહત પછી ગુરુવારે ફરી 15 નવા કેસ નોંધાયા છે.

ત્યારે સંક્રમણ વધતા ન્યુયોર્કમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેમાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સ્થાનિક ખાનગી રહેણાંકોમાં પણ એકઠાં થવા પર પણ મર્યાદા લાગુ કરી દીધી છે. હવે 10 થી વધુ લોકો એકઠા નહિ થઇ શકે. તેમજ જણાવ્યું છે કે જો કેસ આ જ રીતે વધતા રહ્યા તો રેસ્ટોરન્ટ્સની મર્યાદા પણ ઘટાડી શકે છે.

 72 ,  1