દેશમાં કોરોના વેક્સિનની અછત, વિદેશમાં કરી રહ્યા છે વિતરણ – રાહુલે PMને લખ્યો પત્ર

 રસીની અછત એ સમસ્યા છે, કોઈ ‘ઉત્સવ’ નહીં – રાહુલ ગાંધી

કોરોના રસીના અભાવના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે દેશવાસીઓને જોખમમાં મૂકીને, શું રસી નિકાસ યોગ્ય છે? રાહુલ ગાંધીએ કહ્યું કે વધતા કોરોના કટોકટીમાં રસીનો અભાવ એ ખૂબ ગંભીર સમસ્યા છે, ઉત્સવ નહીં.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં ઘણા બધા રાજ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે વેક્સિન આપવા મામલે જુદા જુદા રાજ્યો વચ્ચે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એવામાં પીએમ મોદીએ કહ્યું છે કે આપણે ટીકા-ઉત્સવ મનાવવો જોઈએ. પીએમ મોદીના આ નિવેદન પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના સંકટ વચ્ચે વેક્સિનની અછત એ એક ગંભીર સમસ્યા છે, ‘ઉત્સવ’ નથી. પોતાના દેશવાસીઓને ખતરામાં નાંખીને વેક્સિનની નિકાસ કરવી એ કેટલી યોગ્ય છે? કેન્દ્ર સરકાર બધા રાજ્યોને કોઈ પક્ષપાત વગર મદદ કરે. આપણે બધાએ સાથે મળીને આ મહામારીને હરાવવી પડશે. 

છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધુ નવા દર્દીઓ

કોરોના મહામારીની બીજી લહેર દેશમાં તબાહી લઈને આવી છે. દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ ગુરુવારે દેશમાં કોરોનાના 1.31 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ આંકડો કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,31,968 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,30,60,542 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,19,13,292 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 9,79,608 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 780 દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,67,642 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 9,43,34,262 લોકોને રસી આપવામાં આવી છે. 

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર