તહેવારની બેદરકારી બાદ રાજ્યમાં કોરોનાએ ઉંચક્યું માથું, અમદાવાદ મોખરે

 હવે રાજ્ય બહારથી આવતા લોકોનું ટ્રેસિંગ કરાશે

ગુજરાતમાં તહેવારોની ખરીદી અને તહેવારોની ઉજવણીમાં ઉમટેલી ભીડે ફરી ચિંતા જગાવી છે. કારણ કે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા જ લોકો નિયમો નેવે મુકી અને કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળિયો કરી તહેવારોની ખરીદી અને ઉજવણી માટે ઉમટ્યા હતા. જ્યાં જુઓ ત્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બેકાબૂ ભીડના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવશે તેવી ભીતિ વર્તાઈ રહી હતી. જેમાં હાલની સ્થિતિની વાત કરીએ તો તહેવારો બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં 16, સુરતમાં 5, વડોદરામાં 4, રાજકોટ-મોરબીમાં 2-2 કેસ, વલસાડમાં 5, આણંદમાં , ભરૂચ, ગીરસોમનાથ, જામનગર અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 36 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે.

અમદાવાદ શહેરમાં બહારગામથી આવતા લોકોને ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવશે. 16 કેસમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ, પાલડી અને નવરંગપુરામાં કેસો નોંધાયા છે. 16 કેસમાંથી 11 અને 13 વર્ષનાં બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને એની સામે 23 લોકો સાજા થયા છે.

કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગમાં દોડધામ

અમદાવાદ શહેરમાં અચાનક કોરોનાના કેસો વધતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ ગયું છે. અમદાવાદમાં બહારગામથી પરત આવતા લોકો પર નજર રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવા જણાવવામાં આવ્યું છે. દરેક કેસમાં ઓછામાં ઓછું 50 લોકોના કોન્ટેક ટ્રેસિંગ કરવા પણ સૂચના આપી છે. ઝોનમાં તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાના કેસોને લઈ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા હતા, જેથી સરકારે પણ તમામ પ્રકારની છૂટછાટ આપી હતી. દિવાળીના તહેવારોમાં પણ છૂટછાટ આપવામાં આવી હતી, જે આગામી દિવસોમાં ભારે પડી શકે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી