જામનગરમાં આફિક્રાથી પરત આવેલા પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

શું ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તક?

સરકારની સતત સતર્કતા છતા આખરે દેશના કર્ણાટક રાજ્યમાં કોરોના વાયરસના નવા ઘાતક વેરીયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત માટે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં આજે આફિક્રા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા દર્દીના સેમ્પલને પુણે સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા છે અને દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ નોંધાતા સરકાર સતર્ક બની છે. અમદાવાદ એરપોર્ટ પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સરકારે યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેથી આવતા લોકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

આ દેશોમાંથી આવતા લોકો માટે ફરજિયાત RTPCR ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરી છે. આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીયન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર B.1.1.529ને લઈને હલચલ મચી ગઈ છે. WHOએ તેને ઓમિક્રોન નામ આપ્યું છે. અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી