ચીનમાં કોરોના રિટર્નસ : લાન્જોઉ શહેરમાં લોકડાઉન

40 લાખ લોકો ઘરોમાં કેદ…

કોરોના વાયરસનું એપી સેન્ટર ચીનમાં કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનુ શરૂ કર્યુ છે. ચીનના ઘણા વિસ્તારોમાં કોરોનાના વધી રહેલા કેસના પગલે સરકાર પણ ચિંતામાં છે.

ચીનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાન્જોઉ શહેરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. પ્રશાસને કહ્યું કે, ઈમરજન્સી સ્થિતિમાં જ લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી મળશે. અહીંયા 40 લાખ લોકો રહે છે અને તેમને ઘરમાંથી નહીં નિકળવાનો આદેશ અપાયો છે.

આ શહેરમાં 29 કેસ નોંધાયા બાદ સ્થાનિક તંત્રે લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો હતો. ચીનના બીજા પણ ઘણા હિસ્સામાં લોકડાઉન લાગુ કરાયુ છે. વધતા જતા કેસના કારણે પર્યટન સ્થળો પર લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. લોકોને એક શહેરમાંથી બીજી શહેરમાં જવાનુ ટાળવા માટે પણ સલાહ અપાઈ છે.

ચીનમાં વધતા જતા કેસ માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર છે જે મૂળ વાયરસથી વધારે ખતરનાક છે અને એક સપ્તાહમાં 100 કરતા વધારે કેસ તેના સામે આવી ચુકયા છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી