ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ કહ્યું, મારે પણ રમવું છે…..!

ઓલમ્પિક વિલેજમાં કોરોનાનો મળ્યો પ્રથમ કેસ

રમતોનો મહાકુંભ ગણાતી ટોક્યો ઓલમ્પિક આગામી 23 જુલાઈથી શરૂ થવાની છે ત્યારે તેની વચ્ચે ટોક્યો ઓલમ્પિકમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાના અહેવાલ મળી રહ્યા છે.આયોજક દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ટોક્યો ઓલમ્પિકમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે. આ ઘટના ઓલમ્પિક વિલેજમાં સામે આવી છે ત્યારે આયોજકો માટે ચિંતાની લકીર ખેંચાઈ છે.

આયોજક પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઓલમ્પિક વિલેજમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે,આ વિલેજમાં પહેલો કોરોના કેસ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,કોરોના વાયરસને કારણે ઓલિમ્પિક રમતોને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ પહેલા ગત વર્ષે 21 જુલાઈથી ઓલમ્પિક યોજાવાની હતી. પરંતુ હવે,આ વર્ષ 23 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. જો કે, રમત શરૂ થતાં પહેલાં જ રશિયાની ટીમ, બ્રાઝિલની ટીમ અને યજમાન જાપાનની ટીમમાં પણ કોરોનાનાં કેસ નોંધાયા છે.

ટોક્યો ઓલિમ્પિકના અધ્યક્ષ સિકો હાશીમોટોએજણાવ્યું હતું કે, ”કોરોનાને ફેલાતો અટકાવવા માટે અમે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છીએ. પરંતુ જો કોરોના સંક્રમણ વધશે તો ટોક્યો ઓલિમ્પિકનું આયોજન રોકવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે.” જો કે, હાલ ટોક્યો પહોંચેલી ટીમોને પ્રોટોકોલને આધારે અલગ રહેવાનું જણાવવામાં આવ્યું છે.

 55 ,  3