કોરોનાનો ફફડાટ ! ચૂંટણી ગાયબ તંબુ લાગ્યા, ટેસ્ટ પણ શરૂ

ચૂંટણી ગઈ કોરોના આવ્યો, અમદાવાદમાં અનેક સ્થળોએ કોરોના ટેસ્ટિંગના તંબુ તણાયા

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતો. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે.

દિવાળી બાદ વધેલા કેસો અને ત્યારબાદ કાબુમાં આવેલા કોરોનાના કેસોને જોતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ડોમ હટાવાઈ લેવાયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં નવા 66 કેસ નોંધાવા સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ 47 ટકાનો વધારો થયો છે. ત્યારે મનપાની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને કોરોનાના કેસો વધવાની આશંકાને જોતાં ફરીથી ડોમ શરૂ કરવામાં આવ્યા છે. 

અમદાવાદ મહાનગરપાલિકા ની ચૂંટણી પૂર્ણ થતાં તંત્ર ફરી એકવાર એલર્ટ થઇ ગયું છે. ચૂંટણી પ્રચાર સમયે જોવા મળતી કાર્યકરોની ભીડ, સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ, માસ્ક વિના થયેલો પ્રચાર કોરોનાને આમંત્રણ આપશે તેવી દહેશત તબીબોએ કરી વ્યક્ત હતી. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સામાન્ય વધારો થયો હોવાનું પણ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાના કેસો અચાનક વધે નહીં, કોઈ શહેરીજનને આશંકા હોય તો ટેસ્ટ કરાવીને ઈલાજ કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગઈ કાલે ચૂંટણી સમાપ્ત થઈ કે તરત ગુજરાતનાં મોટા શહેરોમાં કોરોનાની દહેશત વધવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ થી વધુ વિગત મળતા ત્યાં ચૂંટણીની તારીખ નક્કી થયા અગાઉ  પહેલા રોજના 30 થી 35 કેસ નોંધાઈ રહ્યા હતા. અને જયારે હવે રોજના 50 થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. પત્રકારો સાથે વાત કરતા રાજકોટના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું કે ચૂંટણીના પ્રચાર દરમ્યાન યોજાયેલી રેલીઓ સભાઓ અને મિટિંગો માં નેતાઓ કાર્યકર્તાઓ ઉમેદવારો અને રહીશો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવી બાબતોને અનુસરવાનું ભૂલી જતા કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  જયારે ચૂંટણી હજુ ગઈ કાલે જ પૂર્ણ થઈ છે અને રાજકોટ માં કોરોનાના કેસો વધતા રાજકોટ વાસિયો અને આરોગ્ય તંત્રમાં ભય વ્યાપી ગયો છે.

બીજી તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો લોકો રાજ્યસરકાર અને પોલીસતંત્ર સામે આંગળી ચિંધતા નજરે પડ્યા છે. અમદાવાદનાં લોકોનું માનવુ છે કે,  કોરોનાનું સંક્રમણ  અને પોલીસ કે જે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને લોકોને દંડ કરી રહી હતી તેઓને માત્ર સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરતુંજ  આરામ આપવામાં આવ્યો હતો. અને હવે જેમ ગતરોજ ચૂંટણીનું સમાપન થયું કે ઠેર ઠેર પોલીસ હવે માસ્કના નામે દંડ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું. અને કોરોના ટેસ્ટિંગના જે ડોમ ઈલેકશન પહેલા બંધ કરી દેવાયા હતા એ ડોમ આજે એકાએક ફરી ચાલુ કરી દેવાયા છે. અમદાવાદનાં નારણપુરા, પાલડી અને જોધપુર માંકોરોના.

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર