September 28, 2020
September 28, 2020

અમદાવાદ : એરપોર્ટ પોલીસ સ્ટેશનના PSI સહિત આઠ પોલીસકર્મીઓને કોરોના

PSI જેજે ચૌધરી સહિત આઠ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત, પ્રશાસનમાં હડકંપ

અમદાવાદ શહેરમાં એરપોર્ટ પર આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફ પીએસઆઇ સહિત આઠ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શહેરમાં વધી રહેલા કોરોના કહેરમાં વોરિયર્સ ગણાતા પોલીસકર્મીઓ મોટા ભાગે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા જાણવા મળ્યું છે. ત્યારે સરદાર નગર વિસ્તારમાં સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આવેલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેજે ચૌધરી સહિત આઠ પોલીસકર્મીઓને કોરોના થયો છે.

ગઇકાલે આ તમામ લોકોનો પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જેમાંથી આઠ પોલીસકર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રશાસનમાં હડકંપ મચી ગયો. હાલ અન્ય લોક સંક્રમણમાં આેવેલા અન્ય લોકોને કોરોન્ટાઇ કરવામાં આવ્યા છે.

જણાવી દઇએ, કોરોના મહામારીમાં ચોવીસ કલાક ખડેપગે રહેતા કોરોના વોરિયર્સ પણ ઝપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં આશરે 500 થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે પાંચ લોકોના મોત પણ થયા છે.

રિતેશ શાહ

 105 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર