બ્રિટનમાં કોરોના સંક્રમણ બેકાબૂ, આજે આપાતકાલીન બેઠક : એશિયાઈ બજાર કમજોર

કોરોના વાઇરસનો 70 ટકા વધુ ચેપી પ્રકાર સામે આવતાં આકરું લોકડાઉન

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે તાત્કાલિક આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે.

આ સાથે જ બ્રિેટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. નેંધરલેંડ અને બેલ્જિયમે આજથી બ્રિટેનથી આવતી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

એટલું જ નહીં પણ બ્રિટેન સાથે સાથે જોડતી રેલ સેવા પણ સ્થગિત કરી દીધી છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસને 30 ડિસેમ્બર સુધી લોકડાઉન ડાઉન જાહેર કરી દીધુ છે. લંડન અને સાઉથ ઈસ્ટ ઈંગ્લેંડના તમામ વિસ્તારોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ પ્રમાણમાં ઓછા આવી રહ્યા છે. બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતા વધુ કેસ આવી રહ્યાં છે. ભારતમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે.

ગઈકાલે 26,624 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જ્યારે 341 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, વધુ 29,690 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઈ છે.

લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં લદાયેલાં લોકડાઉનના નિયમો

 • આરોગ્ય જરૂરિયાત અને અત્યંત મહત્ત્વનું કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું
 • મોટી સંખ્યામાં પરિવારજનોના એકઠાં થવાં પર પ્રતિબંધ
 • કોઇ પ્રકારની ક્રિસમસની ઉજવણીઓને પરવાનગી નહીં અપાય
 • બિનજરૂરી સામાનની તમામ શોપ્સ, ઇન્ડોર મનોરંજનનાં સ્થળો, હેર સલૂન બંધ રહેશે ? એક પરિવારની વ્યક્તિ બીજા પરિવારની વ્યક્તિને ખુલ્લી જગ્યામાં મળી શકશે
 • કન્ટેનમેન્ટ એરિયામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, કન્ટેનમેન્ટ એરિયાના લોકો અન્ય વિસ્તારમાં રાત રોકાઇ શકશે નહીં
 • વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ

કયાં કયાં શહેરોમાં લોકડાઉન લદાયું

 • સમગ્ર લંડન શહેર
 • કેન્ટ
 • બર્કશાયર
 • બંકિગહામશાયર
 • બેડફોર્ડશાયર
 • લ્યુટન
 • સરે
 • હર્ટફોર્ડશાયર
 • એસેક્સ

યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ અને ટ્રેન પર પ્રતિબંધ લાદ્યા

બ્રિટનમાં કોરોનાનો વધુ ઘાતકી પ્રકાર સામે આવતાં યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરી દીધું છે. નેધરલેન્ડે રવિવારથી જ બ્રિટનની પેસેન્જર ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જર્મનીની સરકારે પણ આ દિશામાં સક્રિય વિચારણા શરૂ કરી દીધી હતી. બેલ્જિયમે રવિવાર મધરાતથી બ્રિટનથી આવતી ફ્લાઇટ અને ટ્રેનો પર રોક લગાવી દીધી છે. ઇટાલીએ પણ બ્રિટનની પેસેન્જર ફ્લાઇટને અટકાવી દીધી છે.

એશિયાઇ બજારોમાં અસર

બ્રિટનમાં કોરોના કહેર વચ્ચે એશિયાઇ બજારોમાં અસર જોવા મળી છે. જાપાનના બજાર નિક્કેઈ 159.79 અંક એટલે કે 0.60 ટકાની નબળાઈની સાથે 26,603.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 57.50 અંક એટલે કે 0.42 ટકાના ઘટાડાની સાથે 13,724.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.12 ટકાનો ઘટીને જોવાને મળી રહ્યો છે. જ્યારે હેંગ સેંગ 0.28 ટકા તૂટીને 26,424.16 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.38 ટકાના ઘટાડાની સાથે 2,761.58 ના સ્તર પર દેખાય રહ્યા છે. જ્યારે, તાઇવાનના બજાર 29.65 અંકો એટલે કે 0.21 ટકા મજબૂતીની સાથે 14,279.61 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ત્યારે શંઘાઈ કંપોઝિટ મજબૂતીની સાથે 3,410.60 ના સ્તર પર દેખાય રહ્યા છે.

 93 ,  1