43 ધારાસભ્યોના કોરોના સારવારનું બિલ માત્ર 2 કરોડ..!

સૌથી વધુ સારવારનું બિલ હર્ષ સંઘવીએ મૂક્યુ, 17 લાખ

ગુજરાતમાં કોરોનાકાળમાં લોકોને કોરોનાની સારવાર માટે પોતાની ઘરવખરી દાગીના, મકાનો વેચવા પડ્યા છે. અને ખાનગી હોસ્પિટલોને લાખો રૂપિયા ચૂકવવા પડ્યા છે. પરંતું પ્રજા જેને ચૂંટીને મોકલે છે, તે જન પ્રતિનિધ ધારાસભ્યોના કોરોના સારવારનું બિલ પ્રજાની તિજોરીમાંથી ચૂકવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

વિગતો જોઇએ તો, સરકારે પોતાના 43 ધારાસભ્યોના કોરોનાની સારવાર માટે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ભરેલાં લાખો રૂપિયાના બિલ મંજૂર કરવા માટેનું કામ હાથ પર લીધું છે અને તેમાં કેટલાંકના ક્લેમ પાસ થઇ ચૂકવણાં થઇ ગયા છે. આ ધારાસભ્યોએ 1 લાખથી લઇને 17 લાખ રૂપિયા સુધીની રકમ ક્લેમ કરી છે.

એક આરટીઆઇ અરજીને આધારે ગુજરાત વિધાનસભાના સચિવે આપેલી માહિતી અનુસાર ભાજપ અને કોંગ્રેસ બન્નેના મળીને 43 ધારાસભ્યોએ સારવાર ખર્ચનું વળતર મેળવવા કરેલા ક્લેમની કુલ રકમનો આંકડો 2 કરોડ રૂપિયાની આસપાસનો છે. સૌથી મોટું બિલ વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 17 લાખ રૂપિયાનું મુક્યું છે. જ્યારે કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે 16.98 લાખ રૂપિયાનું બિલ રજૂ કર્યું છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી