રાજ્યમાં કોરોના બેકાબૂ! અત્યાર સુધીના સૌથી વધુ 2276 કેસ નોધાયા

રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.86 ટકા પર પહોંચી ચુક્યો

રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

અત્યાર સુધીમાં કુલ 44,29,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,707 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 50,58,626 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

રાજ્યમાં હાલ કુલ 10871 કોરોનાના એક્ટિવ કેસ છે. 157 લોકો વેન્ટિલેટર પર છે. 10714 લોકો સ્ટેબલ છે. 2,83,241 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4484 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 2, અમદાવાદ, ભરૂચ અને ભાવનગર કોર્પોરેશનનાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 5 લોકોનાં મોત નિપજ્યાં છે. 

RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ રાજ્યમાં પ્રવેશ મળશે

ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે હવે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અન્ય કોઈપણ રાજ્યમાંથી ગુજરાતમાં આવતા પહેલા તમારે RT-PCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે.  1 એપ્રિલથી નવી સૂચના ન મળે ત્યા સુધી લાગૂ પડશે નિયમ.

 23 ,  1