September 25, 2020
September 25, 2020

કોરોનાની વેક્સીન બોલબાલા, બ્રિટને ફરી બુક કરાવ્યા 6 કરોડ ડોઝ

દુનિયાભરમાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે. કેટલાંય દેશોના વૈજ્ઞાનિક સતત કોરોનાની વેક્સીન બનાવામાં લાગી ગયા છે. કેટલીક વેક્સીનનું હ્યુમન ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. પરંતુ અત્યારે કોઇપણ વેક્સીનને સંપૂર્ણપણે મંજૂરી મળી નથી. વેક્સીન બનતા પહેલાં જ તેને ખરીદવાની અંધાધૂંધ શરૂઆત થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે બ્રિટને Sanofi અને GlaxoSmithKlineથી કોવિડ વેક્સીનના 6 કરોડ ડોઝની ડીલ કરી છે.

આપને જણાવી દઇએ કે GlaxoSmithKline (GSK) બ્રિટનની અને Sanofi ફ્રાન્સની કંપની છે. બંને દુનિયાના સૌથી મોટા વેક્સીન નિર્માતાઓમાં સામેલ છે. ધ્યાનમાં રહે કે સનોફી અને GSKએ પહેલી વખત કોઇપણ દેશની સાથે પોતાની અંડર ટ્રાયલ વેક્સીનને વેચવાની ડીલ કરી છે.

આની પહેલાં બ્રિટને અગ્રણી મેડિસિન અને વેક્સીન કંપનીઓ – ફાઇઝર, બાયોએનટેક અને વલનેવાની સાથે મહત્વપૂર્ણ ડીલ કરી છે. આ કંપનીઓ કોરોના વાયરસની સારવાર માટે વેક્સીન તૈયાર કરી રહ્યા છે. તેની સાથે જ બ્રિટને કોવિડ વેક્સીનના 9 કરોડ ડોઝની ડીલ કરી છે. બ્રિટને ફાઇઝર અને બાયોએનટેક સાથે વેક્સીનના 3 કરોડ ડોઝ અને ફ્રાન્સની કંપની વલનેવા સાથે 6 કરોડ વેક્સીન ડોઝ ખરીદવાની ડીલ કરી છે.

 119 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર