કોરોના રસી પુણેથી રવાના, ગણતરીની ઘડીમાં ગુજરાતમાં પહોંચશે વેક્સીન

થોડીવારમાં ખુદ નાયબ મુખ્યમંત્રી રસી લેવા એરપોર્ટ જશે

આજે સવારે પોણા અગિયારે ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો આવશે. પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી અમદાવાદ કોરોનાની વેક્સીન આવશે. કોવિશીલ્ડના આગમન સમયે એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. ત્યારે વેક્સીનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. 

આજે સવારે 10.45 વાગ્યે ગુજરાતમાં કોરોનાની રસી પહોંચશે. પૂણેથી કોરોના રસીનો પહલો જથ્થો રવાના થયો છે. પૂણેથી સિરમ ઈન્સ્ટિટ્યૂટથી કોરોના રસી અલગ અલગ રાજ્યોમાં જવા માટે નીકળી ગઈ છે. ત્યારે વેક્સીન મોકલતા પહેલા પૂજા કરવામાં આવી હતી. હવાઈ સેવાથી અમદાવાદ એરપોર્ટ કોરોના રસી પહોંચશે. ત્યારે વેકસીનના આગમન સમયે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહેશે. રસીને લેવા માટે ખુદ નીતિન પટેલ એરપોર્ટ પર જશે. 

એરપોર્ટથી વેકસીનનો જથ્થો બે સ્ટોર પર ડિસ્ટ્રીબ્યુટ થશે. ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમને પગલે 6 રિજનલ સેન્ટર તૈયાર કરાયા છે. જેમાં સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. મુખ્ય સેન્ટર પરથી જિલ્લાઓમાં વેક્સીન મોકલવામાં આવશે. કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો આજે ગુજરાત પહોંચશે.  

ગુજરાતને સૌથી પહેલા મળશે વેક્સિન

કોરોના વેક્સિનની પ્રથમ ખેપ સૌથી પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટથી ગુજરાત મોકલવામાં આવી રહી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમના રાજ્યમાં વેક્સિનની પ્રથમ ખેપ સવારે પોણાઅગિયાર વાગ્યે પહોંચશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વેક્સિનની ડિલિવરી થશે.

કેન્દ્રએ છ કરોડથી વધુનો ડોઝનો ઓર્ડર આપ્યો

કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનને છ કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો. સરકાર સૌથી પહેલા દેશના ત્રણ કરોડ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવાશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રસીકરણ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર