સમગ્ર દેશમાં ફ્રીમાં મળશે કોરોના રસી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની મોટી જાહેરાત

દેશભરમાં તમામને ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે.સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે.

આખા દેશમાં કોરોના વેક્સિનનું ડ્રાય રન શરૂ થઇ ચૂકયું છે. વેક્સિનનું ડ્રાય રન દરેક રાજ્યની રાજધાનીમાં થઇ રહ્યું છે. હેતુ એ છે કે રાજ્યોના છેવાડા સુધી રસીને પહોંચાડી શકાય. મળતી માહિતી પ્રમાણે દરેક સેન્ટર પર 25 લોકોને વેક્સીન આપવાની છે. વેક્સિનેશનની પ્રક્રિયા આ સૌથી મોટો ટેસ્ટ છે.

આ બધાની વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આજે કોરોના વાયરસની રસી લગાવાને લઇ મોટી જાહેરાત કરી. કેન્દ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં બધાને મફતમાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે.

 63 ,  1