કોરોના વાયરસની સૌથી સસ્તી દવા બની, એક ટેબલેટ માત્ર રૂ.59માં મળશે

કોરોના વાયરસની સૌથી સસ્તી દવા બની ચૂકી છે. તેને બજારમાં લાવવાની મંજૂરી પણ એક દવા કંપનીને મળી ગઇ છે. આ દવાને બજારમાં લાવવા માટે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી દવા કંપનીને મંજૂરી મળી ચૂકી છે. આ દવાની એક ટેબલેટ માત્ર 59 રૂપિયામાં જ મળશે.

આ દવાનું નામ ફેવીટોન છે. તેને બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સે બનાવી છે. કંપનીનો દાવો છે કે આ એક એન્ટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોનાના દર્દીઓને મદદ કરશે. આ દવાને ફેવીપિરાવીરના નામથી પણ બજારમાં વેચાય છે.એક બ્રિટન્ન ફાર્મા એ કહ્યું છે કે ફેવીટોન 200 મિલીગ્રામની ટેબલેટમાં હશે. એક ટેબલેટની કિંમત 59 રૂપિયા હશે. આ કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇઝ હશે. તેનાથી વધુ કિંમત પર આ દવા વેચી શકાશે નહીં.

બ્રિન્ટન ફાર્માના સીએમડી રાહુલ કુમાર દર્ડાએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ દવા દેશના દરેક કોરોના દર્દીને મળે. અમે તેને દરરોજ કોવિડ સેન્ટર પર પહોંચાડીશું. અમારી દવાની કિંમત પણ ફિક્સ છે. આ એક સસ્તી દવા છે.કંપનીએ કહ્યું છે કે અત્યારે ફેવીપિરાવીર દવાની જરૂર બધાને છે. આ દવા એ દર્દીઓ માટે શ્રેષ્ઠ છે જેમને કોરોનાના નજીવા કે મધ્યમ દરજ્જાનું સંક્રમણ છે.ભારતમાં ફેવીપિરાવીરને ડીસીજીઆઈ એ કોરોનાવાયરસની ઇમરજન્સી સ્થિતિને જોતા જૂનમાં અપ્રૂવલ આપ્યું હતું. હવે તેને બજારમાં લાવવાની મંજૂરી મળી ચૂકી છે

 124 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર