સાબરમતી નદીમાંથી મળ્યો કોરોના વાયરસ..! ગાંધીનગર IITE અને અન્ય સંસ્થાનું રીસર્ચ

અમદાવાદના પ્રખ્યાત તળાવોમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા

અમદાવાદનીની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. 

અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીમાં પણ કોરોના વાયરસ હોવાનો પુરાવો સામે આવ્યો છે. માત્ર સાબરમતી નદી જ નહિ, અમદાવાદના પ્રખ્યાત તળાવોમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના કાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ નીકળ્યા છે. IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાઓ દ્વારા આ સરવે હાથ ધરાયો હતો. ગત વર્ષે સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી, તે દરમિયાન કોરોનાની હાજરી વિશે ખબર પડી હતી. તે અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત વિષે જાણકારી મેળવવા માટે ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં પાણીમાં પણ કોરોના વાયરસ જોવા મળવાના અહેવાલ પ્રગટ થયા બાદ ચારેબાજુ ચર્ચા વહેતીઓ થવા માંડી છે. અમદાવાદના હાર્દ સમા સાબરમતી નદી, ચંડોળા તળાવના પાણીમાં કોરોના વાયરસ જોવા મળ્યો હોવાનું એક સંશોધન સામે આવ્યું છે. ગાંધીનગર IITE અને અન્ય સંસ્થાનું રીસર્ચ દ્વારા પાણીમાં કોરોના હોવાનું જણાવ્યું છે. પરંતુ પાણીથી કોરોના ફેલાવવાની કોઈ પુષ્ટિ નથી. અગાઉ ગાંધીનગર IITE દ્વારા અગાઉ ડ્રેનેજ વોટરને લઈ રીસર્ચ કર્યુ હતું.

ગાંધીનગર IITE અને અન્ય સંસ્થાઓએ પાણીમાં કોરોનાની હયાતી જાણવા માટે સાબરમતી નદી અને ચંડોળા તળાવમાંથી સેમ્પલ લીધા હતા, જે રિસર્ચમાં કોરોના મળી આવ્યો હોવાનુ તારણ કાઢ્યું છે.

વિગત મુજબ, અત્યાર સુધી દેશના કેટલાક શહેરોમાં સિવેજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે. પણ પહેલીવાર પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસ મળ્યો છે. લેવાયેલા સેમ્પલમાં કોરોના વાયરસની હાજરી ઘણી વધુ જોવા મળી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવિત રહી શકે છે. તે માટે જાણકારો કહી રહ્યા છે કે, તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતની તપાસ કરવી જરૂરી છે.

 171 ,  1