કોરોનાને લઇ રાષ્ટ્રપતિ બાઈડેને આપી ચેતવણી, કહ્યું – રસી ન લેનારાનું પણ થઈ શકે છે મોત

ઓમિક્રોનનો કહેર, બ્રિટન-આફ્રિકામાં કેસનો રાફડો ફાટ્યો

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને ચેતવણી આપી છે. બાઈડેને કહ્યું કે જે લોકોને વેક્સિન નથી લીધી તેઓને આ શિયાળામાં ગંભીર બીમારી થઈ છે અને મૃત્યુનો પણ સામનો કરવો પડી શકે છે. જ્યારે, મહામારી બાબતે તબીબી નિષ્ણાતો સાથેની બેઠક પછી, બાઈડેને કહ્યું કે દેશ ઓમિક્રોનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે અને મુસાફરીને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

ગુરુવારે જો બાયડને કહ્યું કે યૂનાઈટેડ સ્ટેટમાં કોરોના ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ ઠંડી ગંભીર બિમારી વાળી રહેશે. તેમણે રસી ન લેનારાને ચેતવતા કહ્યું કે રસી ન લેનારાનું મોત પણ થઈ શકે છે.

બાઈડને સ્વાસ્થ્ય અધિકારિયો પાસેથી મહામારીની સ્થિતિ અંગે જાણકારી મેળવી છે. બાઈડને લોકોને કહ્યું કે જલ્દીથી જલ્દી બૂસ્ટર ડોઝ શોર્ટ લો. તેમણે કહ્યું કે આ ઠંડી ગંભીર રોગવાળી નજરે પડી રહી છે અને રસી ન લેનારાનું મોત થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ એક ટ્વીટમાં કહ્યું કે જો તમે રસી લીધી છે અને તેમ છતાં તમને નવા વેરિએન્ટને લઈને ચિંતા છે તો બૂસ્ટર ડોઝ લો. જો તમે રસી નથી લીધી તો જાવ અને પહેલો ડોઝ લઈ લો. અમે ઓમિક્રોન વેરિએન્ટ સામે એક સાથે મળીને લડીશું.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી