મોરબીમાં કોરોના વોરીયર પત્રકારો અંતે તંત્રને યાદ આવ્યા ખરા…!

તંત્ર દ્વારા પત્રકાર મિત્રોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયા

મોરબી જીલ્લામાં કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી એટલે કે માર્ચ-૨૦૨૦થી માર્ચ-૨૦૨૧ સુધી પરિવાર કે જીવનો વિચાર કર્યા વગર અને અમુક કિસ્સામાં તો જીવના જોખમે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચાડનારા મોરબીના પ્રેસ મિત્રોની અંતે તંત્રને યાદ આવી ખરી. આવુ તે માટે કહેવુ પડે છે કે કોરોના વોરીયર ડોકટર મિત્રો અને પોલીસ મિત્રોની જેમ જ છેલ્લા એક વર્ષથી લાગલગાટ મોરબી જીલ્લાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા તેમજ અન્ય મિડીયા માધ્યમોની સાથે જોડાયેલા પત્રકારોએ તેમનો કે તેમના પરિવારનો વિચાર કર્યા વગર કોરોના વોરીયર તરીકે ફરજ અદા કરી હતી. જો કે ખુજ સમય પહેલા જીલ્લાના તબીબો અને પોલીસ મિત્રોને કોવેકસીન રસીના ડોઝ આપી દેવાયા હતા અને કે સમાચારો પણ પ્રેસ મિત્રોએ લીધા હતા. પરંતુ કયાંકને કયાંક રસીકરણમાં પ્રેસમિત્રો (મોરબી જીલ્લાના કોરોના વોરીયર) જેતે સમયે ભુલાઇ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

હવે જયારે ૬૦ વર્ષથી ઉપરના તેમજ હવે તો ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેકસીન દેવાનું સરકારે ચાલુ કરેલ છે. છેક ત્યારે જીલ્લાના આ કોરોના વોરીયરની તંત્રએ દરકાર લીધી હતી અને આજ તા.૨૬-૩ ના રોજ મોરબી જીલ્લાના પ્રેસમિત્રોનું વેકસીનેશન કરાયુ હતુ. જે કેટલા અંશે યોગ્ય ગણાય તે જીલ્લાના જવાબદાર તંત્રવાહકોએ મનોમંથન કરવાની જરૂર છે.

હવે જયારે સાર્વત્રીક રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલુ કરાયુ છે ત્યારે છેક આજે તા.૨૬-૩ ના મોરબી જીલ્લાના પત્રકાર મિત્રોના વેકસીનેશનની કામગીરી કરીને તંત્ર દ્રારા પ્રેસમિત્રોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જીલ્લા માહિતી ખાતા તેમજ આરોગ્ય વિભાગના સંયુકત ઉપક્રમે આજે મોરબીના પત્રકાર મિત્રોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા તેમજ અન્ય મીડીયા માધ્યમોની સાથે જોડાયેલા મોરબી જીલ્લાના પત્રકારોમિત્રો માટે તંત્ર દ્રારા આજનો દિવસ નકકી કરાયેલ હોય પત્રકારોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.કોરોના રસી સુરક્ષિત હોય ક્રમાનુસાર વારો આવ્યે દરેક લોકોએ કોરોના રસીનો ડોઝ લેવો જ જોઇએ તેવી અપીલ પત્રકારોએ પણ કરી હતી.

રીપોર્ટ :- જનક રા

 27 ,  1