September 23, 2020
September 23, 2020

મોરબી સિવિલના કોરોના વોરિયર્સ ડો. નિમેષ રૂપાલાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

કોરોના મહામારી દરમિયાન મોરબી જિલ્લાની અનેક આરોગ્ય સંસ્થાઓમાં અધિકારી અને કર્મચારીઓ કોવિડ-19 સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તેઓને રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ આજે તા. 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ પર સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરાઈ છે.

આ કાર્યક્રમમાં મોરબીની જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત ડો. નિમેષ રૂપાલાને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા છે. તેઓને નિયમિત અને ફરજમાં નિષ્ઠાવાનના ગુણો બદલ તથા કોવીડ-19ના તમામ દર્દીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.તે ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલના મેડીકલ વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફનર્સ દિવ્યા રમેશભાઈ પટેલને કોવીડ-19ના તમામ દર્દીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ વર્ગ સર્વન્ટમાં ફરજ બજાવતા મનસુખભાઈ દેવજીભાઈ ચૌહાણની સારી કામગીરી બદલ જીલ્લા કલેકટરને હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કોરોના વોરીયર્સ એવા 108 ટીમ પણ જીવના જોખમે સુંદર કામગીરી કરી રહી છે ત્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે 108 માળિયા લોકેશનના ઇએમટી દીપેશ કંડોરીયા, 108 આમરણ લોકેશનના પાઈલોટ ભાવેશ ગોસાઈ, તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ લાલબાગ લોકેશનના લેબ ટેકનીશીયન કૌશિક પટેલ તેમજ પાઈલોટ રવિ કુબાવતને સારી કામગીરી બદલ જીલ્લા કલેકટરને હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું . આમ આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓની બદલ સન્માનિત કરવામાં આવતા સાથી કર્મચારીઓ અને મિત્ર વર્તુળમાં હર્ષ ની લાગણી ફેલાઈ છે.

રીપોર્ટ :- જનક રાજા

 288 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર