અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર કોરોનાનો પ્રવેશ

DEOએ બંને સ્કૂલોને 1 સપ્તાહ સુધી બંધ રાખવા સૂચના

અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર કોરોના ભય જોવા મળી રહ્યો છે, કેમ કે છેલ્લા બે દિવસમાં શહેરની બે સ્કૂલોમાં કોરોનાના કેસ નોંધાયા છે છારોડી પાસે નિરમા વિદ્યા વિહારમાં સ્કૂલમાં 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જ્યારે અમદાવાદની ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થતા તાત્કાલિક DEOએ બંને સ્કૂલોને 1 અઠવાડીયા સુધી બંધ રાખવા સૂચના આપી દીધી છે.

નિરમા વિદ્યાવિહારના ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, ઉપરાંત એક જ પરિવારના ધો.9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓના પરિવારોમાં પણ ચિંતા વધી ગઈ છે, સંચાલકોના જણાવ્યા અનુસાર પરિવારના કોઈ સદસ્ય કોરોના સંક્રમિત થતા બાળકો પણ કોરોના સંક્રમિત થયા હતા અને બાળકો એ દિવસે સ્કૂલે આવ્યા હતા. વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી. સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે.હાલમાં ચારેય વિદ્યાર્થીની હાલત સ્થિર છે. નિરમા વિદ્યાવિહારે સ્કૂલ બિલ્ડિંગ સેનિટાઇઝ કર્યું છે.

મહત્વનું છે કે હાલમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે પરતું બાળકો જે બિલ્ડિંગમાં બેસતા હતા તે બ્લોકમાં પરીક્ષા લેવાશે નહીં, હવે પછીના બાકી રહેલા પેપર એડમિન ઓફિસ બિલ્ડિંગમાં લેવાશે. સ્કૂલે 18 ડિસેમ્બરે યોજાનારી પેરેન્ટ્સ મીટિંગ પણ ઓનલાઇન યોજવાનો મેસેજ વાલીઓને કર્યો છે. ઉદગમની વિદ્યાર્થીની વતનમાં ગયા પછી પોઝિટિવ આવી છે તે 9 ડિસેમ્બરે સ્કૂલે આવી હતી. જોકે કોર્પોરેશનને આ ઘટના અંગે કોઈ જાણ નથી કરાઈ. હાલ તો DEOએ બંને સ્કૂલોને 1 અઠવાડીયા સુધી બંધ રાખવા સૂચના આપી દીધી છે. જે વિદ્યાર્થીઓ સાથે હતા તે તમામને ટેસ્ટ કરવાની સૂચના આપી છે. સ્કૂલને સેનેટાઇઝ કરવા કહેવાયું છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી