કોરોનાકાળની સૌથી મોટી બ્લોકબસ્ટર: ‘પુષ્પા’એ ઓપનિંગ ડેમાં 57 કરોડની કમાણી કરી

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકાનો ચાલ્યો જાદુ

કોરોના કાળમાં ફિલ્મઈન્ડસ્ટ્રીને સૌથી વઘુ ફટકો પડ્યો હતો પરંતુ હવે કોરોના હળવો થતા સિનેમાઘરોમાં રોનક પાછી આવી છે. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન તથા રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ સ્ટાર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર રહ્યું છે. પ્રથમ દિવસે ઓપનિંગ કલેક્શન 57 કરોડ રૂપિયા રહ્યું છે.

પુષ્પા ઘણી ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારા રિવ્યુ મળ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે.

રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ પહેલા દિવસે 57 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. અલ્લુએ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. તે જાણ્યા પછી બધા ચોંકી ગયા.

બોક્સ ઓફિસ પર અત્યારે બે શાનદાર ફિલ્મો છે. પ્રથમ પુષ્પા અને બીજી હોલીવુડ ફિલ્મ સ્પેડરમેન. પુષ્પાએ તેના કલેક્શનથી સ્પાઈડરમેનને પણ માત આપી છે. ફિલ્મે બીજા દિવસે લગભગ 22 કરોડનો બિઝનેસ કર્યો છે.

પુષ્પા’ ગેરકાયદેસર ધંધા પર આધારિત
‘પુષ્પા ધ રાઇઝ સ્ટાર’ને સુકુમારે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ચંદનના ગેરકાયદેસર વેપાર પર આધારિત છે. ફિલ્મમાં પુષ્પ રાજ (અલ્લુ અર્જુન) મજૂરી કરતાં કરતાં આ ધંધામાં ઝંપલાવે છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના મજૂરની દીકરીના રોલમાં છે. તે પુષ્પ રાજને પ્રેમ કરે છે.

 67 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી