કોરોના 100 વર્ષની મોટામાં મોટી મહામારી : પી એમ મોદી

ચાલુ વર્ષે બે મેડ ઈન ઇન્ડિયા વેકસીનનું ઉત્પાદન પણ કર્યું છે

હવેથી કેન્દ્ર સરકાર જ વેકસીનેશનની જવાબદારીઓ નિભાવશે

પ્રધાનમંત્રી મોદીએ આઠમી વાર દેશવાસીઓને સંબોધિત કર્યા .જેમાં તેમણે કોરોનાને વૈશ્વિક મહામારી તરીકે ગણાવી હતી .તેમણે છેલ્લા 100 વર્ષની મોટામાં મોટી મહામારી તરીકે કોરોનાને ગણાવી હતી .આ આવેલી મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે .આ મહામારીમાં ભારતે પોતાનો હેલ્થ વિભાગ ઉભો કર્યો. તેમણે જણાવ્યું કે આપણે કોરોના સામે મિશન મોડમાં કામ કર્યું છે.આ ઉપરાંત મોટામાં મોટું હથિયાર કોવીડ પ્રોટોકોલને ગણાવ્યું .

વધુમાં ,મોદીએ કહ્યું કે ,ભારતમાં 23 હજાર કરોડ કરતા વધુ લોકોનું વેકસીનેશન થઇ ચૂક્યું છે.આપણે સહુએ એ સમજી લેવું જોઈએ કે કોરોનની રસી જ આપણું સુરક્ષા કવચ છે .’મિશન ઇન્દ્રધનુષ’ અને ‘આત્મનિર્ભર ભારત મિશન’ હેઠળ આપણે
વૅક્સિનશનને વેગ આપવાનો પ્રયાસ કર્યો .

નોંધનીય છે કે ,દેશમાં વધુ ત્રણ વેકસીન ટ્રાયલ ચાલુ છે . ચાલુ વર્ષે બે મેડ ઈન ઇન્ડિયા વેકસીનનું ઉત્પાદન પણ કર્યું છે .આ ઉત્પાદન WHO ની ગાઇડલાઇન મુજબકર્યું છે .21 જુનથી અઢાર વર્ષથી ઉપરનાને વેકસીનેશનની જવાબદારી કેન્દ્રએ રાજ્ય સરકારને સોંપી છે .

વિગતોમાં ,હવેથી કેન્દ્ર સરકાર જ વેકસીનેશનની જવાબદારીઓ નિભાવશે .આ ઉપરાંત અફવાઓથી સાવધાન રહેવાની વાત પણ વડાપ્રધાને કરી છે .અંતમાં ,સાવધાન રહીને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહ્યું .

 64 ,  1