કોરોના કમબેક! ન્યૂયોર્કમાં ઈમરજન્સી લગાવાઈ..

ગવર્નરે કહ્યું – પરિસ્થિતિ કંટ્રોલમાં નથી

અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઈ છે.સ્થિતિને જોતા ન્યૂયોર્કના ગર્વનરે ‘ડિઝાસ્ટર ઈમરજન્સી’ જાહેર કરી છે.

અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઈ છે. સ્થિતિને જોતા ન્યૂયોર્કના ગર્વનરે ‘ડિઝાસ્ટર ઈમરજન્સી’ જાહેર કરી છે. ગર્વનરે સંક્રમણના દરમાં વધારો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારાને ટાંકીને રાજ્યમાં ‘ડિઝાસ્ટર ઈમરજન્સી’ જાહેર કરી છે. ગવર્નરના આદેશનું શીર્ષક “ન્યુ યોર્ક સ્ટેટમાં ડિઝાસ્ટર ઈમરજન્સીની ઘોષણા” છે.

આદેશમાં લખવામાં આવ્યું છે કે, “હું, કેથી હોચુલ, ન્યૂ યોર્ક રાજ્યના ગવર્નર, બંધારણ અને ન્યૂયોર્ક રાજ્યના કાયદા દ્વારા મને આપવામાં આવેલી સત્તાના આધારે, કલમ 2-બીની કલમ 28 અનુસાર એક્ઝિક્યુટિવ લૉ, મને જાણવા મળ્યું છે કે ન્યૂ યોર્ક રાજ્યમાં એક આપત્તિ કે જેના પર અસરગ્રસ્ત સ્થાનિક સરકારો પૂરતો પ્રતિસાદ આપવામાં અસમર્થ છે, અને હું 15 જાન્યુઆરી, 2022 સુધીમાં સમગ્ર ન્યૂ યોર્ક રાજ્ય માટે રાજ્યની આપત્તિની કટોકટી જાહેર કરું છું.”

 82 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી