કોરોનાની દહેશત, કડક પ્રતિબંધો વચ્ચે ધુળેટીની ઉજવણી : વડાપ્રધાન – રાષ્ટ્રપતિ સહિત ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી

તહેવાર દરેકના જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરેઃ મોદી

દેશમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી થઈ રહી છે. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ હોળીની શુભેચ્છા પાઠવી છે. 

રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોળીની શુભકામનાઓ આપતા કહ્યું કે હોળીના શુભ અવસરે તમામ દેશવાસીઓને શુભકામનાઓ. રંગોનો તહેવાર હોળી, સામાજિક સૌહાર્દનું પર્વ છે અને લોકોના જીવનમાં ખુશી, ઉત્સાહ અને આશાનો સંચાર કરે છે. મારી કામના છે કે ઉમંગ અને ઉલ્લાસનું આ પર્વ આપણી સાંસ્કૃતિક વિવિધતામાં નિહિત રાષ્ટ્રીય ચેતનાને વધુ શક્તિ પ્રદાન કરે. 

પ્રધાનમંત્રીએ આપી શુભેચ્છાઓ

પીએમ મોદીએ હોળીની શુભેચ્છાઓ પાઠવતી ટ્વીટ કરી. તમને બધાને હોળીની ખુબ ખુબ શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે. 

અમિત શાહે પણ શુભકામનાઓ આપી

ગૃહમંત્રી અમિત શાહે પણ હોળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સમસ્ત દેશવાસીઓને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. રંગ-ઉમંગ, એક્તા અને સદ્ભાવનાનો  આ મહાપર્વ તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે. 

રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હોળીની શુભેચ્છા પાઠવતા લખ્યું કે રંગોનો આ તહેવાર આપણે યાદ અપાવે છે કે રંગ, વર્ગ કે પંથ છતા  બધા એક છે. આપણે એક્તાની દિશામાં કામ કરવું જોઈએ. 

 16 ,  1