બજારમાં કોરોનાનો ફફડાટ..! સેન્સેક્સ 752 પોઇન્ટ તૂટ્યો

 મારુતિ સુઝુકી, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 752 અંક ઘટી 50,137 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 196 અંક ઘટી 14,785 પર કારોબાર કરી રહ્યો છે. કોરોનાના કેસો વધતા બજારમાં અસર જોવા મળી રહી છે.

આજે શેરબજારની સાપ્તાહિક શરૂઆત સપાટ શરૂ થયું છે. બજારમાં પ્રારંભિક ઉતાર-ચઢાવ નજરે પડી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 50,986.03 સુધી ઉપલા સ્તરે કારોબાર કરતો નજરે પડ્યો હતો. રોકાણકારો સૌથી વધુ મેટલ શેરો ખરીદી રહ્યા છે. એનએસઈ પર મેટલ ઇન્ડેક્સ 1.23% વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. હિંડાલ્કોનો શેર 2% ના વધારા સાથે દેખાઈ રહ્યો છે. નિફ્ટી ઈન્ડેક્સ 15,010.10 ના ઉપલા સ્તરે નોંધાયો હતો.

 83 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર