અમદાવાદ : કોરોના સંક્રમિત પુત્રીને લઇ માતા ભાગી ગઇ ન્યુઝીલેન્ડ…

ગંભીર બેદરકારી, પોલીસે ફરિયાદ દાખલ કરી..

અમદાવાદ શહેરમાં એક માતાએ બાળકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં સત્તાધિકારીઓને જાણ કર્યા વિના વિદેશ યાત્રાએ ગઈ હોવાનો બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. નિકોલની એક 32 વર્ષીય મહિલા તેની ચાર વર્ષની પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં કથિત રીતે 23 ડિસેમ્બરે પુત્રી સાથે ન્યુઝીલેન્ડ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, નિકોલ સ્થિત વિશ્વ રેસિડેન્સીમાં રહેતા હિરલબેન ડુંગરાણી વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ડુંગરાની પુત્રીનો 23 ડિસેમ્બરે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે જ રાત્રે બંને ન્યુઝીલેન્ડ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 24 ડિસેમ્બરે સવારે પ્રકાશમાં આવી જ્યારે AMCના આરોગ્ય અધિકારીઓ ડુંગરાણીના ઘરે તપાસ માટે પહોંચ્યા હતા.

આ અંગે એએમસીના પૂર્વ ઝોનના નિકોલ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. શેફાલી પટેલે જણાવ્યું હતું.“23 ડિસેમ્બરે સવારે બાળક કોરોના પોઝિટીવ આવ્યા પછી AMCએ તેમની માતા હિરલને પુત્રીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવા કહ્યું હતું. જો કે જ્યારે અમે 24 ડિસેમ્બરની સવારે તેના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે દર્દી મળ્યો ન હતો,”

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ દરમ્યાન દર્દીના દાદાએ અમને જાણ કરી હતી કે હિરલ તેની પુત્રી સાથે તેના પતિને મળવા 23 ડિસેમ્બરની રાત્રે ન્યુઝીલેન્ડ ગયા હતા.

આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વીડી ઝાલાએ જણાવ્યું હતું કે, અમે ફરિયાદની નોંધ લીધી અને માતા વિરુદ્ધ આઈપીસીની કલમ 270 હેઠળ કોઈ રોગનો ચેપ ફેલાવવાની સંભાવના ધરાવતા જીવલેણ કૃત્ય માટે, 188 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. તેમજ જાહેર સેવક દ્વારા આપવામાં આવેલ આદેશ અને આદેશના અનાદર કરવા માટે એપેડેમિક એક્ટની કલમ 3 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. તેમજ AMC અધિકારીઓએ અમને જાણ કરી છે કે તેઓ આ મુદ્દે ન્યુઝીલેન્ડના અધિકારીઓ વાત કરશે.

આ અંગે કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અશ્વિન ખરાડીએ માહિતી આપી હતી કે આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને ન્યૂઝીલેન્ડના સત્તાવાળાઓ સાથે આ મામલે વાતચીત કરવા જણાવ્યું છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી