September 25, 2020
September 25, 2020

અમદાવાદ : ખાડિયાના વધુ એક કોર્પોરેટરને થયો કોરોના, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ

ખાડિયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ(કોકા ભાઇ)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

શહેરમાં વધુ એક કોર્પોરેટર કોરોનાનો શિકાર બન્યા છે. ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ( કોકાભાઈ)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાડિયાના કાઉન્સિલર મયુર દવેના સંપર્કમાં કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ આવતાં રિપોર્ટ કરાવ્યો હતો. જેમનો કોરોના રિપોર્ટો પોઝિટિવ આવ્યો છે.

કોર્પોરેટર મયુર દવે હાલ SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેઓ છેલ્લા 15 દિવસથી તેમના વોર્ડ અને માર્કેટના લોકોના કોરોના ટેસ્ટ કરાવતા હતા. આમ બે દિવસમાં જ ખાડિયાના બે કોર્પોરેટરને કોરોના સંક્રમણ લાગ્યું છે.

અમદાવાદમાં જીવલેણ કોરોના વાયરસનાં કેસોમાં થોડા સમય માટે ઘટાડો રહ્યો હતો. જ્યારે કોરાનાના કેસો વચ્ચે ઘટીને 149ની અંદર જતાં રહ્યાં હતા, તેમાં ફરી વધારો થઇને બીજા તબક્કામાં 185ની ઉપર છેલ્લા પાંચ દિવસથી રહેવા માંડયા છે. દરમ્યાનમાં આજે કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 161 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર