રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણયને મોકૂફ રખાયો

કોરોનાનું સંક્રમણ વધતા હમણાં નહીં ખૂલે શાળા-કોલેજ

કોરોનાના કેસો વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણય મોકૂફ રખાયો, રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને લઈ નિર્ણય લીધો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ગુજરાતમાં 23 તારીખથી જ શાળા અને કોલેજો શરૂ કરવામાં આવશે. પણ કોરોનાનાં કેસો વધતાં અમદાવાદમાં ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવતાં ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય થોડા જ કલાકોમાં બદલી લેવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 23 તારીખથી રાજ્યમાં શાળા અને કોલેજો ખૂલશે નહીં.

અમદાવાદ શહેર બે દિવસ રહેશે બંધ, સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસ ફરી વકર્યો છે. સાથે અમદાવાદમાં કોરોના વાયરસના કેસનો ફરી રાફડો ફાટ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત 60 કલાક કરફ્યૂ રહેશે. ત્યાર બાદ સોમવારે રાત્રે કરફ્યૂ યથાવત રહેશે. જે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે.

દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન વધેલા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકોનો જ ખુલ્લી રહેશે.

અમદાવાદમાં સાડા ત્રણ મહિના પછી ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવાયો હતો. જે બાદ હવે કેસો વધતાં ફરીથી નાઈટ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. હવે અગાઉની જેમ જ જો રાત્રે તમે કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર ફરતાં દેખાશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે રાજ્ય સરકાર દ્વારા આગવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો દિવાળીના તહેવારોની રજામાં બહાર ફરવા ગયા હતા, અને પાછા હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. લોકડાઉનની છીટછાટ બાદ મોડી રાત સુધી ચાની કીટલીઓ નાસ્તાની દુકાન પર ભીડ જોવા મળી રહી છે. જેને પગલે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરી દઈ આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર