અમેરિકામાં કોરોના બેકાબુ, હવે બાળકો પર વર્તાયો કેર

USમાં એક અઠવાડિયામાં 1,33,000 બાળકો સંક્રમિત

ગત એક અઠવાડિયા દરમિયાન અમેરિકામાં 133,000 થી વધારે બાળકો કોરોના સંક્રમણ થયાનો મામલાએ ચિંતા વધારી દીધી છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એન્ડ ધ ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશને એક સંયુક્ત રિપોર્ટ જારી કરતા જાણકારી આપી છે. આંકડા જણાવે છે કે અમેરિકામાં આ સમયે કુલ જેટલા લોકો સંક્રમિત મળી રહ્યા છે. તેમાંથી 11 ટકા બાળકો છે. ત્યારે વરિષ્ઠ અમેરિકન વૈજ્ઞાનિક એન્ટની ફાઉસીએ હાલમાં કહ્યું કે દેશમાં હાલ ઓમિક્રોન સાથે જોડાયેલા બહું ઓછા મામલા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ડેલ્ટા સ્વરુપના કારણે સંક્રમણ બનેલુ છે.

યુરોપીય સ્કુલોમાં કોરોના ક્લસ્ટર મળવાના અનેક મામલા સામે આવ્યા બાદ ચિંતા વધારવામાં આવી છે. બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ગ્રીસ સહિત અનેક દેશોમાં સ્કૂલોમાં સામુદાયિક સંક્રમણના મામલા આવવાથી શિક્ષણ તથા બાળકોને આઈસોલેટ કરવા પડ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ યુરોપીય દેશોએ સલાહ આપી છે કે તે સ્કૂલોમાં અભિયાન ચલાવીને રસીકરણ કરાવે જેથી જલ્દી મોટી સંખ્યામાં બાળકો રસી લગાવી શકે.

સિડનીના રિજેન્ટ પાર્ક ક્રિશ્ચિયન સ્કૂલના બાળકોમાં ઓમીક્રોન સ્વરુપના સંક્રમણની ખરાઈ થઈ. જેમાંથી એક બાળકનો વિદેશ યાત્રા સાથે કોઈ સંબંધ નથી. જેના આધાર પર વૈજ્ઞાનિક આ ઘટનાને દેશનો પહેલો સ્કૂલ સામુદાયિક સંક્રમણ મામલો ગણાવી રહ્યા છે.

કોરોનાના ઓમિક્રોન સ્વરુપના ચાલતા બ્રિટનમાં સામુદાયિક સંક્રમણ ફેલાવાના કારણે સ્કૂલોમાં આની અસર જોવા મળી રહી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમિત થઈ રહેલા બાળકોમાં તાવ, ખાંસીવાળા લક્ષણ નથી જોવા મળી રહ્યા. બલ્કે તેમના શરીરમાં સામાન્ય ફોડલી (રેશિઝ) નિકળી રહ્યા છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી