મુસ્લિમ સંગઠન બાદ હવે હિંદુ મહાસભાએ રસી પર ઉઠાવ્યા સવાલો, કહ્યું – મંજૂરી ન આપવી જોઈએ

સ્વામી ચક્રપાણીએ દાવો કર્યો છે કે કોરોના રસીમાં ગાયનું લોહી છે. માટે ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ

દેશમાં કોરોના રસીને લઇ વિવાદ છેડાયો છે. મુસ્લિમ સંગઠન બાદ હવે હિંદુ મહાસભાએ સવાલો ઉઠાવ્યા છે. સ્વામી ચક્રપાણીએ દાવો કર્યો છે કે કોરોના રસીમાં ગાયનું લોહી છે. માટે તેને દેશમાં ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઈએ.

સ્વામી ચક્રપાણીએ કહ્યું કે, જ્યાં સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે આ રસી કઈ રીતે બનાવવામાં આવી છે અને ક્યાંક તે કોઈ વ્યક્તિના ધર્મ વિરૂદ્ધ તો નથી, ત્યાં સુધી આ રસીનો ભારતમાં ઉપયોગ થવો ન જોઈએ. તેમણે કહ્યું, ‘કોરોના ખત્મ થવો જોઈએ અને ટૂંકમાં જ રસી પણ લગાવવામાં આવવી જોઈએ, પરંતુ તેના કારણે પોતાના ધર્મને ષ્ટ ન કરવામાં આવી શકે.‘ તેમણે કહ્યું, ‘જ્યારે કોઈ દવા બનાવવામાં આવે છે ત્યારે તેમાં શું શું મેળવવામાં આવ્યું છે તેની જાણકારી આપવામાં આવે છો. તો આખરે કરોના રસી વિશે જાણકારી શા માટે નથી મળી રહી. અમને એવું જાણવા મળ્યું છે કે, અમેરિકામાં જે રસી તૈયાર થઈ છે તેમાં ગાયના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’

સ્વામી ચક્રપાણિએ કહ્યું કે, ‘સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે અને એવામાં જો ગાયનું લોહી આપણા શરીરમાં પહોંચે તો તેનાથી આપણા ધર્મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન હશે. સનાતન ધર્મને ખત્મ કરવાને લઈને વર્ષોથી આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ જ કારણે અમે ઇચ્છીએ છીએ કે કોરોનાને લઈને પણ જો કોઈ રસી આવી રહી છે તો તેના વિશે પહેલા પૂરી જાણકારી આપવામાં આવે. તમામ આશંકાઓ દૂર થયા બાદ જ રસી લગાવવાનું કામ શરૂ કરવામાં આવે.

જણાવી દઇએ આ પહેલા મુસ્લિમ સંગઠને સવાલો ઉભા કર્યા હતા. કોરોનાની રસી બનાવવા માટે સુવરના માંસનો ઉપયોગ કરાયો હોવાથી ઈસ્લામિક કાયદા મુજબ આ રસી લેવી યોગ્ય છે કે નહીં તે મુદ્દે મુસ્લિમ ધર્મગુરુઓ મુંઝવણમાં મૂકાયા હતા. ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાના પ્રવક્તાઓનું કહેવું છે કે તેમની કોરોનાની રસીમાં સુવરના માંસમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરાયો નથી, પરંતુ અનેક કંપનીઓએ તેમની રસીમાં સુવરના માંસમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરાયો છે કે નહીં તે સ્પષ્ટ કર્યું નથી. 

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર