દહેગામઃ હરસોલી નર્મદા કેનાલમાંથી મળી લાશ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલ નર્મદા કેનાલમાંથી ગઈકાલે સાંજે કઠલાલના નારપુરા ગામમા રહેતા ગુલાબસિંહ જયંતિભાઈ રાઠોડ છેલ્લા ત્રણ દિવસથી રત્નાવલી બીજ પાસે આવેલ નર્મદા કેનાલમા આપઘાત કર્યો હતો. તેની લાશ બહિયલના તરવૈયા કાલુભાઈ ખલાફી ની ટીમ કઠલાલ થી દહેગામ તાલુકાની નર્મદા કેનાલમા શોધખોળ આદરતા ગઈ કાલે આ ટીમને આ લાશ દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલ તોતરાય માતાના મંદિર પાસે આવેલ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. અને આ મરનાર દહેગામ તાલુકાના બારીયા ગામનો જમાઈ હતો.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી